નોકરીયાતો માટે માઠા સમાચાર, PF પરના વ્યાજદરમાં ઘટાડો, 6 કરોડથી વધુ લોકોને થશે નુકસાન
પગારદાર લોકો માટે માઠા સમાચાર છે. હાલના નાણાકીય વર્ષ માટે પીએફ ડિપોઝીટ પર પહેલા કરતા હવે તમને ઓછું વ્યાજ મળશે. વર્ષ 2020 માટે EPFOએ પીએફ પર વ્યાજ દર ઘટાડીને 8.50 ટકા કરી નાખ્યો છે. આ અગાઉ પીએફ પર વ્યાજ દર 8.65 ટકા હતો. આ ઉપરાંત પેન્શનની રકમ વધારવા માટે પણ લેબર મિનિસ્ટ્રી બહુ જલદી પીએમઓને એક પ્રસ્તાવ મોકલશે.
Trending Photos
નવી દિલ્હી: પગારદાર લોકો માટે માઠા સમાચાર છે. હાલના નાણાકીય વર્ષ માટે પીએફ ડિપોઝીટ પર પહેલા કરતા હવે તમને ઓછું વ્યાજ મળશે. વર્ષ 2020 માટે EPFOએ પીએફ પર વ્યાજ દર ઘટાડીને 8.50 ટકા કરી નાખ્યો છે. આ અગાઉ પીએફ પર વ્યાજ દર 8.65 ટકા હતો. આ ઉપરાંત પેન્શનની રકમ વધારવા માટે પણ લેબર મિનિસ્ટ્રી બહુ જલદી પીએમઓને એક પ્રસ્તાવ મોકલશે.
ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં આજે લેવાયો નિર્ણય
PF પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં લેવાયો. માર્ચ 2019માં EPFOએ 8.65 ટકા વ્યાજ દરની જાહેરાત કરી હતી. હાલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજ દર 8.50 ટકા થઈ શકે છે.
જુઓ LIVE TV
વ્યાજ દરમાં ઘટાડાના કારણે લગભગ 6 કરોડથી વધુ લોકોને નુકસાન થશે. અત્રે જણાવવાનું કે સૂત્રોએ પહેલા જ જણાવ્યું હતું કે EPFO માટે ચાલુ વર્ષે વ્યાજ દર યથાવત રાખવાનું મુશ્કેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે લોન્ગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝીટ, બોન્ડ્સ, અને ગવર્મેન્ટ સિક્યુરિટીઝથી EPFOનું અર્નિંગ છેલ્લા વર્ષે 40-80 બેસિસ પોઈન્ટ્સ ઘટ્યું છે. ફાઈનાન્સ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટી પીએફ ડિપોઝીટ પર રિટર્ન રેટ અંગે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક અગાઉ નિર્ણય કરી શકે છે. આ નિર્ણય
EPFOના અસલ નફાના આધારે કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે